નમસ્કાર વિધાર્થી મિત્રો આપણે આજના topic માં ગુજરાત ઇતિહાસના વંશોજો – Gujarat itihasana vansojo વિશે જાણીશું
ગુજરાતનો ઇતિહાસ એ ઘણો જ પ્રભાવશાળી અને ગૌરવશાળી છે.
ગુજરાતમાં પ્રાચીનકાળમાં છેક હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા છે. પરંતુ ગુજરાતના પ્રમાણિત ઇતિહાસને ક્યાંથી ગણવો ? તેની ચર્ચા આપણે આજે કરીશું.
* મોર્યકાળ :
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાળ અને એમાંય ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી આરંભાય છે.
ઈ.સ. પૂર્વે 321 - 20 માં ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશો ચંદ્રગુપ્ત મૌર્યના આધિપત્ય નીચે આવ્યા.
ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગરમાં " સુદર્શન " તળાવનું નિર્માણ કરાવ્યું હતું. આ જ તળાવમાંથી સમ્રાટ અશોકના સુબા તુષાસ્ફે સિંચાઇ માટે નહેરો બનાવડાવી હતી.
જૂનાગઢ - ગિરનાર માર્ગ પરના એક શિલાલેખ પર દેવોના પ્રિય પ્રિયદર્શી રાજા અશોકે કોતરાવેલા 14 ધર્મલેખો પરથી કહી શકાય કે મૌર્ય વંશનું શાશન ગુજરાતમાં પ્રવર્તતું હતું.
જૈન અનુશ્રુતીઓ પ્રમાણે અશોકના પૌત્ર રાજા સંપ્રતિ નું પણ ગુજરાતમાં શાશન હોવાનું માલુમ પડે છે.
ગુજરાતમાં આ સમયમાં આહત સિક્કાઓ પણ મળી આવ્યા છે.
* અનું - મૌર્યકાળ :
મૌર્યવંશ બાદ પુષ્યમિત્ર શૃંગે શૃંગ વંશની સ્થાપના કરી હતી, પરંતુ આ વંશની રાજસત્તા ગુજરાતમાં હોવાનો કોઈ પ્રમાણ ઉપલબ્ધ નથી.
શૃંગ વંશ દરમિયાન ગંધાર દેશમાં બાહલિક દેશના યવનો (યુનાની - ગ્રીક) ની સત્તા હતી.
ગંધારમાં સત્તારૂઢ થયેલા ભારતીય રાજાઓ પૈકી એઉક્રતિદે રાજ્ય કર્યું. તેણે પોતાની સત્તા સૌરાષ્ટ્રમાં પ્રસરાવી હતી. તેના સમયમાં ' આબોલે ' નામના સિક્કાઓ મળી આવ્યા છે. જે દ્ગમ્મના છઠ્ઠા ભાગના હતા.
એઉક્રતિદ પછી મિનન્દર (મિલિન્દ) નામે (લગભગ ઈ.સ. પૂર્વે 115 - 95) નામનો પ્રતાપી રાજા થયો. તેના ચાંદીના અનેક સિક્કાઓ ગુજરાતમાંથી મળી આવ્યા છે.
મિનન્દર બૌદ્ધધર્મનો અનુયાયી હતો અને તે બૌદ્ધ ભિક્ષુકોને આશ્રય આપતો.
ભારતીય - યવન રાજાઓના સિક્કા ગ્રીક ભાષામાં ' દ્ગમ્મ ' કહેવાતા.
સૌરાષ્ટ્રમાં અપલદત્ત નામે ભારતીય - યવન રાજાના ઘણા દ્રમ્મ તથા તાંબાના સિક્કાઓ મળ્યા છે.
લાટના રાજા બલિમિત્રે અર્થાત વિક્રમાદિત્યે ઉજ્જૈનમાં શકોનું શાસન હટાવી વિક્રમ સંવંત શરૂ કરાવ્યાનું મનાય છે.
આ બધો સમય ગુજરાતમાં કોઈ પ્રબળ રાજ્યનું શાસન ન હોવાથી આ કાળને અનુમૌર્યકાળ તરીકે ઓળખવામાં આવે છે.
* શક - ક્ષત્રપકાળ :
ઈસવીસનના પ્રારંભની સાથે જ પશ્ચિમ ભારતમાં શક જાતિના રાજાઓનું શાશન હતું. તેઓ ' રાજામહાક્ષત્રપ ' અને ' રાજાક્ષત્રપ ' તેવા રાજ્યપદ ધરાવતા હતા.
રાજા મહાક્ષત્રપ તરીકે રાજા અને ક્ષત્રપ તરીકે યુવરાજ સંયુક્ત શાશન કરતા અને બંને પોતાના નામના સિક્કાઓ પડાવતા હતા.
શક - ક્ષત્રપ રાજાઓના પાંચ - છ કુળ વારાફરતી સત્તારૂઢ થયા.
ક્ષત્રપોના બે કુળ હતા : 1) ક્ષહરાત અને 2) કાર્દમક.
ક્ષહરાત કુળમાં ભૃમક અને નાહપાન નામે શાસકો થયા. (આશરે ઈ.સ. 100 - 125)
ક્ષહરાતોની રાજસત્તાનો દખ્ખણના સાતવાહન રાજાએ અંત લાવ્યો.
કાર્દમક કુળના ક્ષક ક્ષત્રપ રાજા ચષ્ટને ગૌતમીપૂત્ર સાતકર્ણી પાસેથી તેણે જીતેલા ગુજરાત અને માળવાનો પ્રદેશ પાછો જીતી લીધો હતો. તેણે ઈ.સ. 78 માં સંવંત પ્રવર્તાવ્યો હતો. તેનો પૌત્ર રાજા મહાક્ષત્રપ રુદ્રદામાં ઘણો જ પ્રતાપી રાજા હતો. તેના રાજ્યપાલ સુવિશાખે ગીરિનગરમાં સુદર્શન તળાવનું સમારકામ કરાવ્યું હતું.
રાજા રુદ્રસિંહ પહેલાના સમયમાં આ વંશના રાજાના સિક્કાઓ પર વર્ષની સંખ્યા દર્શાવા લાગી.
ચષ્ટનના વંશજોએ શક વર્ષ 226 સુધી શાશન કર્યું.
* ગુપ્તકાળ :
મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યે માળવા જીત્યા પછી કુમારગુપ્ત મહેન્દ્રદિત્યે ગુજરાતમાં પોતાનું શાશન ચલાવ્યું હતું.
કુમારગુપ્ત પછી સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો (ઈ.સ. 455 - 468). તેનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ પર્ણદત્ત હતો. તેના પુત્ર ચક્રપાલીએ સુદર્શનના સેતુનું સમારકામ કરાવ્યું હતું.
ગુપ્તકાળ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ત્રૈકુટક વંશની સત્તા સ્થપાઈ.
* મૈત્રકકાળ :
ગુજરાતના ઇતિહાસનો બીજો સૌથી મોટો કાળ એટલે મૈત્રકકાળ (ઈ.સ. 470 - 788). ' વલભી ' એ મૈત્રકોની રાજધાની હતી.
મૈત્રક વંશના સેનાપતિ ભટ્ટાર્કે આ વંશની સ્થાપના ઈ.સ. 470 ની આસપાસ કરી હતી. અને ઈ.સ. 788 માં સિંધના આરબોએ તેમની રાજસત્તાનો અંત લાવ્યો.
મૈત્રકો શૈવધર્મી હતા. મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા ગ્રહસેન હતો. આ વંશનો શિલાદિત્ય પહેલો ' ધર્માદિત્ય ' કહેવાતો.
ચીની યાત્રી હ્યું - એન - ત્સાંગે ઈ.સ. 640 ના અરસામાં ગુજરાતની મુલાકાત લીધી ત્યારે વલભીમાં ધ્રુવસેન બીજો રાજ્ય કરતો હતો. તે ચક્રવર્તી હર્ષવર્ધનનો જમાઈ હતો.
આ વંશના શાશનકાળ દરમિયાન વલભીમાં કવિ ભદ્વિએ ' રાવણપદ્ય ' નામે મહાકાવ્યની રચના કરી હતી.
વલભી વિદ્યાપીઠની ગણના નાલંદાની હરોળમાં હતી.
* અનુમૈત્રકકાળ :
મૈત્રકોનો અંત આવતા લાટના રાષ્ટ્રકૃટોએ ઉત્તર ગુજરાત સુધી સત્તા પ્રસારી રાજધાની ખેટક (ખેડા) માં રાખી.
ગુજરાતમાં અણહિલવાડ પાટણમાં વનરાજ ચાવડા અને એની રાજસત્તા પ્રવર્તી.
સૌરાષ્ટ્રમાં સૈંધવો, ચાલુક્ય અને ચોવોનું રાજ્ય હતું.
ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે પોતાના વતનમાંથી ગુજરાતના સંજાણ બંદરે આવીને વસ્યા, તેઓ પારસીઓ તરીકે ઓળખાયા.
આમ ઈ.સ. 788 થી 942 માં ગુજરાતમાં કોઈ સર્વોપરી સત્તા ન હોવાથી તેને અનુમૈત્રક કાળ તરીકે ઓળખવામાં આવે છે.
* સોલંકીકાળ :
ગુજરાતનો સુવર્ણકાળ એટલે સોલંકીકાળ. આ પ્રદેશને ' ગુર્જરદેશ ' અને ' ગુજરાત ' જેવા નામો આ કાળ દરમિયાન મળ્યા.
ચાલુક્ય વંશની બે શાખાઓ અહીં સત્તારૂઢ થઈ હતી. જેમાં મૂળરાજ પહેલાની શાખા (ઈ.સ. 942 - 1244) અને પછી મૂળ વ્યાધ્રપલ્લી (વાઘેલા) ના એ તે સત્તારૂઢ ધોળકામાં થયેલા રાણા વિસલદેવે અણહિલવાડમાં શરૂ કરેલી વાઘેલા શાખા. (ઈ.સ. 1244 - 1304)
ચાલુક્ય વંશના મૂળરાજ પહેલાએ પોતાના મામા સામંતસિંહ ની હત્યા કરી સોલંકી વંશની સ્થાપના કરી હતી.
મૂળરાજે કુલ 55 વર્ષ શાસન કર્યું. ત્યારબાદ તેનો પુત્ર ચામુંડરાજ અને ચામુંડરાજ પછી તેનો પુત્ર વલ્લભરાજ ગાદીએ આવ્યો. તે ' રાજમાનશંકર ' તરીકે પણ ઓળખાય છે.
વલ્લભરાજ પછી દુર્લભરાજ ગાદીએ આવ્યો જેણે પાટણમાં દુર્લભ સરોવરની રચના કરાવી. દુર્લભરાજ અપુત્ર મરણ પામતા તેના નાનાભાઈ નાગરાજનો પુત્ર ભીમદેવ પાટણની ગાદીએ આવ્યો.
ભીમદેવ પહેલાના શાસનકાળમાં ગુજરાતમાં મહમૂદ ગઝનીએ ચડાઈ કરી. ઈ.સ. 1026 માં તેણે સોમનાથ લુટ્યું, ત્યારબાદ ભીમદેવે તેનું સમારકામ કરાવ્યું.
ભીમદેવે આબુના પરમાર રાજા ધંધુકને વશ કરી વિમલ મંત્રીને આબુનો દંડનાયક નિમ્યો હતો. હિમાલય વિમલે ઈ.સ. 1032 માં આબુ ઉપર આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.
ભીમદેવને ઉદયમતિ સાથે લગ્ન થયા હતા. તે સોરઠના ચુડાસમાં રાજા ખેંગારની પુત્રી હતી. બકુલાદેવી નામે એક સ્ત્રીને ભિમદેવે પોતાના અંતઃ પૂરમાં સ્થાન આપ્યું હતું. બકુલાદેવીને ક્ષેમરાજ અને ઉદયમતિને કર્ણદેવ નામે પુત્ર હતા.
ભીમદેવના અવસાન પછી કર્ણદેવ ગાદીએ આવ્યો. કર્ણદેવે લાટ પર આક્રમણ કરી તે જીત્યું હતું.
કાશ્મીરનો કવિ બિલ્હણ દખ્ખણ જતાં પહેલા થોડો સમય ગુજરાતમાં રોકાયો હતો. તેણે કર્ણદેવના પ્રણય અને પરિણય વિશે ' કર્ણસુંદરી ' નામે નાટિકાની રચના કરી હતી. તેમાં રાણી મયણલ્લાનો ઉલ્લેખ છે.
કર્ણદેવે લાટ કબજે કર્યા પછી ' ત્રૈલોક્યમલ્લ ' વિરુદ્ધ ધારણ કર્યું. કર્ણદેવની રાણી મીનળદેવી (મયણલ્લા) ગોવાના ચંદ્રપુરના રાજા જયકેશીની કુંવરી હતી.
કર્ણદેવે આશાપલ્લીના આશા ભીલને હરાવ્યો હતો અને તેની નજીકમાં કર્ણાવતી નામે નગરની સ્થાપના કરી હતી.
કર્ણદેવના અવસાન પછી સોલંકી વંશનો પ્રતાપી રાજા સિદ્ધરાજ જયસિંહ ઈ.સ. 1094 માં ગાદીએ આવ્યો. તે કર્ણદેવ અને મીનળદેવીનો પુત્ર હતો. તેનું પહેલું યશસ્વી પરાક્રમ સોરઠ વિજય હતું.
સિદ્ધરાજે માળવાના યશોવર્માને હાર આપી હતી. જયસિંહ માળવા ગયા ત્યારે જૂનાગઢના રા 'ખેંગારે પાટણ પર આક્રમણ કર્યું અને ત્યાંનો પૂર્વનો દરવાજો તોડી પાડ્યો. વળી રાણકદેવી નામે સુંદર કન્યા કે જેનું વેવિશાળ જયસિંહ સાથે થયું હતું તેની સાથે પરણી ગયો.
જયસિંહદેવે માળવાથી પાછા ફરી જુનાગઢ પર ચડાઈ કરી અને ત્યાંના ઉપરકોટના કિલ્લાનો ઘેરો નાખ્યો. લાંબા સમય પછી કિલ્લો કબજે ન થતા રા 'ખેંગાર ના માણેજ દેશળ અને વિશળને ફોડીને કિલ્લો કબજે કર્યો. રા 'ખેંગાર યુદ્ધમાં માર્યો ગયો. રાણકદેવીને સિદ્ધરાજે કેદ કરી પરંતુ તે વઢવાણ પાસે સતી થઈ.
જયસિંહદેવે ' ત્રિભુવનગંડ ', ' સિદ્ધચક્રવર્તી ', ' અવંતીનાથ ' અને ' બર્બરકજિષ્ણુ ' જેવા બિરુદો ધારણ કર્યા હતા.
સિદ્ધરાજના પ્રોત્સાહનની જૈન મુનિ હેમચંદ્રાચાર્યએ ' સિદ્ધહેમશબ્દાનુશાશન ' નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી.
સૌરાષ્ટ્ર ઉપર વિજય મેળવ્યા પછી સિદ્ધરાજે સોમનાથની યાત્રા કરીને માતા મીનળદેવીના આગ્રહથી સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કર્યો હતો.
તેણે સરસ્વતી નદીના કિનારે આવેલા રુદ્રમહાલયનો જીર્ણોદ્વાર કર્યો હતો.
શ્રીસ્થળ હવે સિદ્ધરાજના નામ પરથી સિદ્ધપુર તરીકે ઓળખાય છે. સિધ્ધરાજ 49 વર્ષ રાજ્ય ભોગવી ઈ.સ. 1142 માં મૃત્યુ પામ્યો.
સિદ્ધરાજ જયસિંહના અવસાન પછી ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ ગાદીએ આવ્યો.
શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજ નો પરાજય એ કુમારપાળનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે.
કુમારપાળે મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટને મહામાત્ય બનાવ્યો હતો. કુમારપાળ શૈવધર્મી હતો.
ઈ.સ. 1173 માં હેમચંદ્રાચાર્ય કાલધર્મ પામ્યા હતા. એ પછી છ મહિને કુમારપાળ મૃત્યુ પામ્યો હતો.
કુમારપાળને ગુજરાતના ' અશોક ' તરીકે ઓળખવામાં આવે છે.
કુમારપાળ પછી તેના નાનાભાઈ મહિપાલનો પુત્ર અજયપાળ ગાદીએ આવ્યો તેણે ત્રણેક વર્ષ શાશન કર્યું.
અજયપાળને બે પત્ની નાઇકાદેવી અને કર્પુરદેવી હતી. વળી બે પુત્રો મૂળરાજ અને ભીમદેવ હતા.
અજયપાળ પછી તેનો મોટો પુત્ર મૂળરાજ બીજો ગાદીએ આવ્યો તે ઘણો નાનો હોઈ બાળમૂળરાજ તરીકે પણ ઓળખાતો હતો.
ગુજરાત પર ધૂરના સુલતાન ગિયાસુદ્દીન મુહમ્મદે નિમેલા ગઝનીના સુબા શિહાબુદ્દીન મુહમ્મદે ચડાઈ કરી ત્યારે માતા નાઈકાદેવી એ પુત્ર બાળમૂળરાજને સાથે રાખી મુસ્લિમોને પરાજય આપ્યો હતો.
કુમારપાળના સમયમાં ગુજરાતમાં ભારે દુષ્કાળ પડ્યો હતો.
મૂળરાજે માત્ર બે વર્ષ રાજ્ય કર્યું અને તેના અવસાન પછી તેનો ભાઈ ભીમદેવ બીજો ગાદીએ આવ્યો હતો. તેણે ઈ.સ. 1178 થી 1242 અર્થાત 64 વર્ષ શાસન કર્યું.
ઈ.સ. 1197 માં કુત્બુદ્દીન ઐબકે ગુજરાત પર ચડાઈ કરી હતી. આબુના રાજા ધારાવર્ષે તથા તેના નાનાભાઈ પ્રહલાદનદેવે તેમ જ વાઘેલા રાણા લવણપ્રસાદે ભીમદેવને મુસ્લિમ સેના સામે મદદ કરતા તેમને પાછા જવાની ફરજ પાડી.
ભીમદેવ બીજાના સમયમાં લવણપ્રસાદ અને વીરધવલે ધોળકામાં રાણા તરીકે સત્તા જમાવી હતી.
ભીમદેવ બીજાએ ' મહારાજાધિરાજ - પરમેશ્વર - પરમભટ્ટારક ' નું બિરુદ ધારણ કર્યુ હતું. તે ' એકાંગવીર ' તથા ' અભિનવસિદ્ધરાજ ' પણ કહેવાતો. ઈ.સ. 1242 માં ભીમદેવ બીજાનું અવસાન થયું.
તેના અવસાન બાદ તેનો પુત્ર ત્રિભુવનપાળ ગાદીએ આવ્યો અને માત્ર બે વર્ષ ગાદી પર રહ્યો. નાગદાના રાજા જૈત્રસિંહનો સેનાપતિ બાલાર્ક ત્રિભુવનપાળ સાથેના યુદ્ધમાં મરાયો હતો.
ઈ.સ. 1244 માં મૂળરાજના વંશની સત્તા અસ્ત પામી.
* વાઘેલા - સોલંકી વંશ :
વાઘેલા વંશનો પ્રથમ વ્યક્તિ અર્ણોરાજ કુમારપાળનો માસિયાઈ ભાઈ હતો અને કુમારપાળે તેને પોતાનો સામંત બનાવી ભીમપલ્લી કે વ્યાધ્રપલ્લી આપી હતી.
અર્ણોરાજનો પુત્ર લવણપ્રસાદ હતો. લવણપ્રસાદે ધોળકાની સુકાની પોતાના હોશિયાર પુત્ર વીરધવલને સોંપી. વીરધવલનું અવસાન થતાં તેનો પુત્ર વિસલદેવ ધોળકાના રાણા તરીકે ઉત્તરાધિકારી બન્યો.
ત્રિભુવનપાળનું અવસાન થતાં પાટણની ગાદીએ ઈ.સ. 1244 માં વિસલદેવ આવ્યા. તે શિવભક્ત હતો અને તેણે ડભોઇના વૈધનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
વિસલદેવને નાગલ્લદેવી નામે પત્ની હતી. તે અપુત્ર અવસાન પામ્યો હતો. તેના પછી તેનો ઉત્તરાધિકારી અર્જુનદેવ પાટણની ગાદીએ આવ્યો અને તે ઈ.સ. 1275 માં અવસાન પામ્યો.
અર્જુનદેવ બાદ તેનો પુત્ર રામદેવ ગાદીએ આવ્યો પણ તે થોડા જ સમયમાં મૃત્યુ પામતા તેનો ભાઈ સારંગદેવ ઈ.સ. 1275 માં ગાદીએ આવ્યો. તેણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો.
સારંગદેવના અવસાન પછી તેના મોટાભાઈ રામદેવનો પુત્ર કર્ણદેવ બીજો ગાદીએ આવ્યો. તેના સમયમાં અલાઉદ્દીન ખલજીએ પોતાના સરદાર ઉલુઘખાન અને નસરતખાનને ગુજરાત પર ચડાઈ કરવા મોકલ્યા હતા. જેમને ચડાઈ કરવાની પ્રેરણા કર્ણદેવના મહામાત્ય માધવ પાસેથી મળી હતી.
કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળદેવીના લગ્ન અલાઉદ્દીન ખલજીના પુત્ર શહજાદા ખિઝરખાન સાથે થયા હતા.
કર્ણદેવે બાલગણાથી ભાગીને દેવગીરિ ગયો, પરંતુ ત્યા મલિક કાફુરે પહેલેથી જ પોતાની સત્તા જમાવી હોવાથી કર્ણદેવ ત્યાંથી છેલ્લે તેલંગણા ગયો અને ત્યાં જ મૃત્યુ પામ્યો.
આમ ઈ.સ. 1244 માં સત્તામાં આવેલા વાઘેલા સોલંકીઓનો વંશ માત્ર 60 વર્ષ શાશન કરી ઈ.સ. 1304 માં અંત પામ્યો.
કર્ણદેવ વાઘેલા એ છેલ્લો હિન્દુ રાજા હતો. આ યુગમાં રાજશાશકોની મુખ્ય ભાષા સંસ્કૃત હતી.
* દિલ્હી સલ્તનત :
દિલ્હીના સુલતાન અલાઉદ્દીને ઈ.સ. 1297 થી 1304 દરમિયાન ગુજરાત જીત્યું. તેમનું શાશન માત્ર 17 વર્ષ ચાલ્યું અને ઈ.સ. 1320 માં તુઘલક વંશની સ્થાપના થઈ. તેનો અનુગામી મહંમદશાહ તુઘલક તરંગી અને વિદ્ધાન હતો. તેણે જુનાગઢના રા 'ખેંગાર અને ધોધાના મોખડાજી ગોહિલને હરાવ્યા હતા.
ઈ.સ. 1332 માં ઈબ્ન બતુતાએ ખંભાત, કાવી, ગાંધાર અને ધોધાની મુલાકાત લીધી હતી. તેણે પોતાની નોંધમાં ખંભાતનો સમુદ્ર વેપાર, ભવ્ય મકાનો અને ચાંચિયાગીરીનો ઉલ્લેખ કર્યો છે.
ઈ.સ. 1398 માં તૈમુરે દિલ્હી પર આક્રમણ કરતા બાદશાહ મહમ્મુદશાહે ગુજરાતમાં આશ્રય લીધો. ગુજરાતના સુલતાનોનું રાજ્ય ઈ.સ. 1404 થી ઈ.સ. 1573 સુધી ટક્યું હતું. આ વંશના કુલ 14 સુલતાનો થઈ ગયા અને તેમનો સ્થાપક મુઝફ્ફરશાહ હતો.
આ શાસકોમાં અહમદશાહ પહેલો, મહમ્મૂદશાહ બેગડો અને બહાદુરશાહ ખૂબ પરાક્રમી હતા.
ઈ.સ. 1411 માં અહમદખાન ' અહમદશાહ ' નામ ધારણ કરી ગાદીએ બેઠો. તેણે પાટણથી રાજધાની ખસેડી આશવાલ નજીક અહમદઆબાદ નામનું નગર વસાવી તેને રાજધાની બનાવી.
તેણે સિદ્ધપુરનો નાશ કર્યો હતો. તેણે હાથમતી નદીના કિનારે પોતાના નામ પરથી અહમદનગર (હિંમતનગર) વસાવ્યું હતું. તેણે અમદાવાદમાં જુમાં મસ્જિદ, ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા વગેરે બંધાવ્યા હતા.
અહમદશાહ ઈ.સ. 1442 માં મૃત્યુ પામ્યો ત્યારબાદ મુહમ્મદશાહ બીજો અને કુતુબુદ્દીન શાશક થયા. કુતુબુદ્દીને કાંકરિયા તળાવ, નગીનાવાડી તેમજ સરખેજમાં મસ્જિદો, મકબરા બંધાવ્યા હતા.
ગુજરાતના પરાક્રમે સુલતાન મહમુદશાહે જુનાગઢ અને પાવાગઢ બે મજબૂત ગઢ જીત્યા હતા.
છેલ્લો સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજો સત્તા માટેની અમીરોની ખેંચતાણ અને કાવતરાનો ભોગ બન્યો હતો. તેના વજીર ઇતિમાદશાહે અકબરને ગુજરાત જીતવા આમંત્રણ આપ્યું હતું. અકબરે ઈ.સ. 1572 - 73 માં સમગ્ર ગુજરાત કબજે કર્યું હતું.
* મુઘલકાળ :
મુઘલ વંશે 187 વર્ષ ગુજરાતમાં રાજ્ય કર્યું. અકબરના રાજ્યમાં દિવાન ટોડરમલે જમીન મહેસુલની ભાગ - બટાઈ પદ્ધતિને બદલે જમીનની માપણી કરી જમીનની જાત પ્રમાણે મહેસુલ રોકડમાં લેવાની પદ્ધતિ દાખલ કરી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જહાંગીરના વખતમાં ઈ.સ. 1613 માં સૌપ્રથમ સુરત અને ત્યારબાદ ખંભાત અને અમદાવાદમાં તેમની કોઠી નાખી હતી.
ઔરંગઝેબે મુરાદ દ્વારા અને શુજાનો વધ કરાવી પિતાને આગ્રાના કિલ્લામાં કેદ કરી દિલ્હીનું તખ્ત કબજે કર્યું હતું. બધા કારીગરોનું સમાન વેતન તેણે કરાવ્યું હતું.
ઔરંગઝેબે હોળી અને દિવાળી જેવા સામાજિક અને ધાર્મિક ઉત્સવો ઉજવવા પર પ્રતિબંધ મૂકી હોળી પ્રગટાવવાની અને દિવાળીમાં રોશની કરવાની મનાઈ કરી હતી.
આ સમયમાં સુરત બંદર આબાદ થયું હતું. તે ' બાબુલ મક્કા ' એટલે મકાનું પ્રવેશદ્વાર ગણાતું હતું.
ઈ.સ. 1664 અને ઈ.સ. 1670 એમ બે વખત સુરત ઉપર શિવાજીએ ચડાઈ કરીને સુરત લૂંટ્યું હતું.
ઈ.સ. 1707 માં ઔરંગઝેબનું મૃત્યુ થયું હતું.
ઈ.સ. 1719 માં શિવાજી ગાયકવાડે સોનગઢમાં થાણું નાખી સુરત અને આસપાસના પ્રદેશ પર હુમલા કરી ચોથ ઉઘરાવી હતી.
પિલાજીરાવ પછી દામાજીરાવ બીજાનું શાશન થયું. ઈ.સ. 1761 માં પાણીપતના યુદ્ધમાં તેણે ભાગ લીધો હતો.
રાજપીપળામાંથી ખંડણી ઉઘરાવી અને સોનગઢથી પાટણ રાજધાની ફેરવી.
ઈ.સ. 1782 ના સાલબાઈના કરારથી અંગ્રેજોએ જીતેલો પેશ્વાનો પ્રદેશ પાછો આપ્યો.
ઈ.સ. 1780 થી ગાયકવાડ વતી ખંડણી ઉઘરાવવાનું કામ કંપની સરકારે સ્વીકાર્યું.
વિશેષ
આજે આપણે ગુજરાત ઇતિહાસના વંશોજો – Gujarat itihasana vansojo વિશે જાણ્યુ. અને વિધાર્થી મિત્રો તમને ગુજરાત ઇતિહાસના વંશોજો – Gujarat itihasana vansojo વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ કરી ને પૂછી શકો છો ધન્યવાદ્ મિત્રો
.jpg)